સંબંધો નો સરવાળો

ટ્રીન….ટ્રીન….ટ્રીન સેકન્ડ હોમ ના મોટા હોલ માં રહેલા ફોન રણક્યો. મેનેજર સાહેબ એ ફોને ઉપાડ્યો, “હલ્લો.. કોણ બોલો તમે?” ફોન ની સામે બાજુ થી અવાજ આવ્યો, “પ્રમિલા બોલું… મોટી બા સાથે વાત થશે?” મેનેજર બોલ્યા, “બેન અઈ બધી મોટી બાજ, તમારે ક્યાં મોટી બા સાથે વાત કરવી છે?” પ્રમિલા વળતો જવાબ આપ્યો, “રસ્મી બા”. જરા વાત કરાવી દેશો મોટા ભાઈ? મનેજર એ કહ્યું, “હા બેન એમ બોલો ને રસ્મી બા હારે વાત કરવી છે. પણ તમે કીધું નઈ રસ્મી બા તમારે શું થાય?” પ્રમીલા બોલી, “એ મારા પપ્પા ના મમ્મી છે”. મેનેજર હળવાસ થી પુછ્યું, “માફ કરજો તમે થાનગઢ વાળા રસ્મી બા ની વાત તો નથી કરતા ને?” પ્રમિલા બોલી, “હા સાહેબ એજ”. મનેજર જરા ગુસ્સે થઇ ગયા, “પ્રમિલા બેન તમારા પપ્પા એ જે રસ્મી બા ને મૂકી ગયા તા ને રસ્મી બા અલગ હતા અત્યારે જે રસ્મી બા છે એ અમારા રસ્મી બા છે.” એમ કહી મેનેજર સાહેબ એ ફોન જોરથી પછાડી કાપી નાખ્યો. પ્રમિલા આવા શબ્દો સાંભળી ને અચંબો પામી ગઈ.

રાત પડી પણ પ્રમિલા ના મન હજી પણ વૃદ્ધાશ્રમ મેનેજર શાહેબ ની એ વાત ફરતી હતી. અને મન માં ને મન માં વિચરતી હતી મેનેજર સાહેબ આવુ કેમ બોલ્યા હશે? શું કારણ હશે? રસ્મી બા ને કઈ થયું નઈ હોય ને? ધીરે ધીરે પ્રશ્નો મન માં દરિયા ના ઊંચા મોજા ની જેમ ઉછળી ઉછળી ને પ્રમિલા ના મન ને મુજવવા લાગ્યા. જેમ તેમ કરી રાત તો નીકળી ગઈ. સવારે પડી ને પ્રમિલા નુ રોજીંદા જીવન ચાલુ થયું. ગેસ ની સગડી પર ચા મુકી ને પ્રમિલા પાછી પેલા મેનેજર ના વિચારો માં ખોવાય ગઈ. ચા ઉભરાઈ ને બાર આવી તો પણ પ્રમિલા વિચારો મા ખોવાયેલી હતી. અચાનક એ વિચારો માંથી બાર આવી તો ધ્યાન ગયું કે રસોડા આખુ ચા ચા થઇ ગયુ. રસોડું સાફ કરી ને પ્રમિલા પોતાના માટે ફરી ચા બનાવી. ચા ચા પીતા પીતા પ્રમીલા એ વિચાર્યું, હું જાતેજ રસ્મી બા ને મળવા જઇસ. ટ્રેન ની ટીકીટ બુક થઇ. સાંજ ની ટ્રેન પકડી પ્રમિલા વૃદ્ધાશ્રમ જવા નીકળી.

ટ્રેન માં બેઠા બેઠા પ્રમિલા એ રસ્મી બા સાથે વિતાવેલો સમયની યાદો ખોલી. રસ્મી બા સાથે વિતાવેલો સમય વિશે વિચારી ને મન ને મન થોડું મલકાતી. રસ્મી બા એ જીવન જીવવા માટે આપેલી ટીપ્સ નુ પોટલુ ખોલ્યું. રસ્મી બા આપેલી ટીપ્સ માં એક ટીપ્સ નુ હમેશા પાલન કરતી. રસ્મી બા કેતા, “પ્રમિલા બેટા જીવન જીવવાની સાચી મજા પોતાના સાથે આવે. પોતાના જો પાસે હોય તો તમને જીવન માં ક્યારે કોઈ તકલીફ ના થાય, અને કદાચ તકલીફ આવે તો પણ પોતાના સાથે રહી દરેક તકલીફો સામે લડી શકાય.” રસ્મી બા આવી વાતો સાંભળી ને જ પ્રમિલા મોટી થઇ અને ભણી ગણી એક સારી કારકિર્દી બનાવી. રસ્મી બા ના વિચારો મા ને વિચારો મા સમય ક્યાં પસાર થઇ ગયો ખબરજ ના પડી. સ્ટેશન આવ્યું ને ગાડી ની ગતી ધીમી ધીમી થઇ. પ્રમિલા પોતાનો સામાન લઇ નીચે ઉતરી. સ્ટેશન ની બાર નીકળી રીક્ષા ને બુમ પાડી. રિક્ષા વાળો આવ્યો, “બોલો બેન ક્યાં જવું છે?”. પ્રમિલા એ કહ્યું, “સેકન્ડ હોમ”. રિક્ષા વાળા ભાઈ એ રિક્ષા નુ મોઢું ફેરવી ને સેકન્ડ હોમ તરફ રિક્ષા રવાના કરી. અચાનક રિક્ષા વાળા ભાઈ એ પુછ્યું, “બેન કોઈ ને લેવા જાવ છો કે મુકવા?”. પ્રમિલા ને થોડો આશ્ચર્ય થયું ને બોલી, “ના ભાઈ ના. હું મારા રસ્મી બા ને મળવા જાવ છુ.” રિક્ષા વાળો ભાઈ એ આશ્ચર્ય સાથે પુછ્યું, “આ રસ્મી બા એટલે થાનગઢ વાળા ને?” પ્રમિલા એ કહ્યું, “હા એજ પણ તમે કેમના ઓળખો રસ્મી બા ને?” રિક્ષા વાળો બોલ્યો, “બેન રસ્મી બા ની સાથે તો જીવ જેવો સંબંધ છે. આખા દિવસ નુ કામ પતાવી રાતે સીધા રસ્મી બા ને મળવા જવાનું, ને દિવસ દરમ્યાન જે કર્યું હોય એ કેવાનું. આ રસ્મી બા જીવ દરિયા દિલ છે. એક દમ ભગવાન નુ માણસ. ને આવા દેવી ને કોઈ વૃદ્ધાશ્રમ મા કેવી રીતે મુકી શકે?”. વાતો નો સીલ સીલો ચાલુ રહ્યો. પ્રમિલા ઉતરી ને ભાડા માટે પુછ્યું પણ રિક્ષા વાળા ભાઈ એ લેવાનો ઇનકાર કરી આગળ વધી ગયો.

પ્રમિલાએ સેકન્ડ હોમ ના દરવાજા ની ડોર બેલ વગાડી. દરવાજો ખુલ્યો ને પ્રમિલા ને પુછ્યું બેન કોણ છો તમે ને કોને મળવું છે? પ્રમિલા એ કહ્યું, “રસ્મી બા થાનગઢ વાળા.” દરવાજો ખોલનાર એ પુછ્યું, “બેન તમે રસ્મી બા ને કોણ થાવ અને કેમ મળવું છે તમારે?” પ્રમિલા આવા આશ્ચર્ય વાળા પ્રશ્નો સાંભળી ને સત્બ્ધ થઇ ગઈ ને વિચારવા લાગી, “રસ્મી બા માટે બધા કેમ આવું બોલે છે સમજાતું નથી”. પ્રમિલા એ કહ્યું, “રસ્મી બા અમારા ઘર ની બાજુ માં રહેતા હતા. ને એ મને એમની દીકરી જેવીજ ગણે છે.” દરવાજો ખોલનારે “ઠીક છે” કહી પ્રમિલા ને સોફા પર બેસવા કહ્યું.

પ્રમિલા થોડીવાર બેઠી. થોડીવાર પછી સામે થી જીવન ની બધી ચાલો રમી ને થાકી ગયેલા એવા વૃદ્ધ ને લાકડી ના ટેકે ચાલતા આવતા જોયા. મોઢા પર ની કરચલી એમની ઉમર ની ચુગલી કરતીતી. હળવે હળવે એમના પગલા પ્રમિલા તરફ વધતા ગયા. રસ્મી બા પ્રમિલા પાસે પોંચી ને પુછ્યું, “બેટા તારી ઓળખાણ ના પાડી. બેટા તું કોણ છે? ને મને શું કામ મળવા આવી છે?” પ્રમિલા ને આંખો થોડી ભીની થઇ ગઈ. મનમાં થયું કે મેનેજર એ જે ફોન પર કહ્યું હતું એ સાચું હતું. જે રસ્મી બા ને પ્રમિલા ઓળખતી હતી એમની આવી હાલત જોઈ પ્રમિલા ની આંખો ભરાઈ ગઈ.

પ્રમિલા રોતા અવાજ માં બોલી, “બા મને ના ઓળખી? હું પ્રમિલા, પ્રમોદ ભાઈ ની દીકરી. તમારા થાનગઢ ના ઘર પાસે રહેતા હતા, યાદ છે?” રસ્મી બા એ પોતાના ભુતકાળ ની ચોપડી ના પન્ના ખંખોળીયા ને થોડીવાર પછી બોલ્યા, “પ્રમીલા? તું એજ પ્રમિલા છે ને જે રોજ મારી પાસે આવી ને ચોકલેટ માંગતી તી?” પ્રમિલા એ હસતા મોઢે કહ્યું, “હા બા હું એજ પ્રમિલા છુ.” રસ્મી બા એ પ્રમિલા ના માથે હાથ મુકી ને કહ્યું, “બેટા તું તો કેવડી મોટી થઇ ગઈ છે? પેલા તું કેવી ફ્રોક પેરી ને કુદતી કુદતી આવી ને મારા ખોળા મા બેસી જતી”. ભુતકાળ ની યાદો તાજા કરી ને બને હસવા લાગ્યા.

બંન્ને વચ્ચે વાતો ચાલતી હતી ત્યાં અચાનક રસ્મી બા એ પુછ્યું, “પ્રમિલા બેટા તને કેવીરીતે ખબર પડી હું અઈ છુ?” પ્રમિલા થોડી ઉદાસ થઇ ને બોલી, “બા છોડો ને એ બધી વાતો. તમે મળી ગયા એજ બવ છે.” રસ્મી બા એ થોડો પોતાના પ્રશ્ન ભાર આપી ફરીથી પુછ્યું, “બોલ તો ખરા તને કેવીરીતે ખબર પડી?” પ્રમિલા ને લાગ્યું બા ને નઈ કવ ત્યાં સુંધી બા આ પ્રશ્ન વારંવાર પૂછશે એટલે પ્રમિલા બોલી, “બા હું મારો અભ્યાસ પુરો કરી ને એક સારી કંપની માં નોકરી ચાલુ કરી. કંપની ના કામ થી મારે થાનગઢ આવાનું થયું. એટલે વિચાર્યું કે ઘણા સમય થી તમને જોયા નથી તો સાથે સાથે તમને પણ મળી લઈશ. પણ જયારે હું તમારા ઘરે પોંચી ને તમારા વિશે પુછ્યું તો પ્રભા કાકી એ એવુજ કીધું કે, ડોસી તો ક્યાર ની મરી ગઈ. મને આવું સાંભળી થોડું દુઃખ થયું. હું ત્યાં થી નીકળીજ રહી ત્યાં દરવાજા પાસે ઉભેલી તમારા દીકરા ની દીકરી કોમલ એ મને બોલાવી ને મને કહ્યું બા ને કઈ નથી થયું. મમ્મી એ બા ને વૃદ્ધાશ્રમ માં મુકી દીધા છે. ને મને અઈ નુ સરનામું મળ્યું એટલે મેં કાલે ફોન કર્યો તો પણ કોઈએ મને તમારા વિશે કશું કહ્યુજ નઈ મને ચિંતા થઇ એટલે હું કશું વિચાર્યા વગર તમને મળવા માટે અઈ પોંચી ગઈ”. રસ્મી બા ના આંખો માંથી આંસુ નીકળી ગયા. પ્રમિલા એ રસ્મી બા ને પુછ્યું, “બા આ બધું શું છે તમારું પોતાનું ઘર છે તો પછી અઈ રેવાનું કારણ નથી સમજાતું?”

રસ્મી બા દબાતા અવાજે કહ્યું, “મારો દીકરો હતો ત્યાં સુંધીજ એ મારું ઘર હતું. દીકરા ના અવસાન પછી પ્રભા એ નફટાઈ ની હદ વટાવી દીધી. રોજ રોજ નો કંકાશ ચાલુ થયો. ઘર મારા નામ પર હતું ત્યાં સુંધી તો ખાલી બોલવા થી ચાલતું હતું પછી પ્રભા એ ચાલાકી થી ઘર એના નામ પર કરી લીધું ને મને અઈ મુકી ગઈ.” પ્રમિલા આ સાંભળી ને રડી ગઈ. થોડો ગુસ્સો પણ આવ્યો પ્રભા કાકી પર. પ્રમિલા એ રસ્મી બા ને કહ્યું, “બા હું તમારી દીકરી છુ ને?” રસ્મી બા ને હસતા હસતા કહ્યું, “તું તો મારી વાલી દીકરી છે” પ્રમિલા બોલી, “તો પછી દીકરી ની વાત માનસો?” રસ્મી બા બોલ્યા, “કઈ વાત?” પ્રમિલા બોલી, “બા તમે મારી સાથે ચાલો મારા ઘરે. હવે તમે મારી સાથે રહેસો. હમેશ માટે.” રસ્મી બા એ કહ્યું, “ના બેટા. જીવન ની દરેક બાજી રમી ચુકી છુ, ને બાકી નુ જીવન અઈજ જીવી લઈશ.” પ્રમિલા એ બા ને આજીજી કરી, “બા એવુ શું કામ બોલો છો, હું તમારી દીકરી છુ ને, તો પછી હવે તમે મારી સાથેજ રહેશો. મારે બીજું કઈજ સંભાળવું નથી. હું તમને લેવા માટેજ આવી છુ” રસ્મી બા એ ઘણી ના પાડી પણ પ્રમિલા ની જીદ સામે વધારે ટકી ના શક્યા ને અંતે પ્રમિલા સાથે જવા હા પાડી. પ્રમિલા એ બા ને લઇ જવાની બાકી ની વિધિ પુરી કરી. પણ આટલા સમય થી રસ્મી બા અઈ રહ્યા હતા એટલે બધા ની વિનતી આવી કે, “બા ને ભલે લઇ જાવ પણ બા નુ ધ્યાન રાખોજો. આ લ્યો આ કાગળ એમાં અમે બા ની આખી દિનચર્યા લખી દીધી છે”. બધા ની વિનંતી સાથે બા એ સેકન્ડ હોમ ને આવજો કહી દીધું. ટ્રેન મા બેસી ને રસ્મી બા પ્રમિલા ના ઘરે પોંહચી ગયા. પ્રમિલા એ આગતા સ્વાગતા કરી ને બા માટે આરામ કરવાની વ્યવસ્તા કરી.

સવાર પડી ને રસ્મી બા એ ઘણા સમય પછી ખુલ્લા સ્વાસ નો અનુભવ કર્યો. સવાર ની પુજા પાઠ પતાવી ને રસ્મી બા ગેલેરી મા મુકેલી ખુરશી મા બેઠા. થોડીવાર મા પ્રમિલા ચા લઇ ને આવી. ચા પીતા પીતા બા વિચારો મા ખોવાઈ ગયા કે, “જીવન મા આટલું આટલું કર્યું, છોકરા ને ભણાવ્યા, મોટા કર્યા, લગન કરાવ્યા, પણ અંતે હું એકલી પડી ગઈ.” વિચારો ચાલતા હતા ત્યાં પ્રમિલા આવી, “બા સવાર સવાર મા શું વિચારો કરી રહ્યા છો?” રસ્મી બા બોલ્યા, “કશું નઈ બસ એમજ”. પણ પ્રમિલા ને ખબર પડી ગઈ કે બા શું વિચારે છે. પ્રમિલા એ કહ્યું, “બા હવે આવું બધુ હવે નઈ વિચારવાનું. જે થયું એ બધું ભુલી જાવ ને હા હવે મને મુકી ને ક્યાય નથી જવાનું”. રસ્મી બા થોડી હળવાસ થી કીધું, “બેટા હું તને મુકી ને હવે ક્યાંય નથી જવાની. તે મને નાનપણ મા જેટલી હેરાન કરી છે એટલી તને હેરાન કરીશ”. ને બને હસવા લાગ્યા.

 

પાનખર પછી ની વસંત

મુકેશ 12 ધોરણ મા સારા માર્ક્સ્ સાથે પાસ થઈ મેડિકલ ના અભ્યાસ માટે સુરેન્દ્રનગર ની મેડિકલ કૉલેજ મા અડ્મિશન મેળવ્યુ. પિતા નાની મોટી મજૂરી કરી ને મુકેશ સારો અભ્યાસ આપવા માટે ઍના અભ્યાસ ની બધી ચોપડીઓ લાવી આપતા ને ઍમના સાથ થી મુકેશ ને 12 મા ધોરણ મા 93% માર્ક્સ્ આવ્યા. પિતા મુકેશ ને ડૉક્ટર બનવા માગતા હતા ઍટલે સુરેન્દ્રનગર ની મેડિકલ કૉલેજ નુ અડ્મિશન કરાવી દીધુ અને મુકેશ ના સારા માર્ક્સ્ ને કારણે ઍના જલ્દી અડ્મિશન મળી ગયુ.

આજે મુકેશ નો કૉલેજ નો પેલો દિવસ છે ઍટલે મુકેશ કૉલેજ પોંચ્યો અને પોતાના ક્લાસ ની શોધ મા લાગી ગ્યો પણ ઍને પોતાનો ક્લાસ મળતો નો તો. ઍટલા મા તેનુ ધ્યાન ત્યા ઉભેલો કેટલાક વિધ્યાર્થી પર ગયુ. મુકેશ તેમની પાસે ગયો અને બોલ્યો, મિત્રો આ A ક્લાસ કઈ બાજુ આવ્યો?, ત્યા ઉભેલા માથી ઍક છોકરી બોલી કેમ શુ કામ છે? મુકેશ ઍ કીધુ આજે મારો કૉલેજ મા પેલો દિવસ છે ને ક્લાસ ચાલુ થવાનો સમય થઈ ગયો છે પણ ક્લાસ મળી નથી રહ્યો તમે મને કહી શકો A ક્લાસ કઈ બાજુ આવ્યો. બધા થોડી વાર મુકેશ સામે જોઈ રહ્યા ને પછી પેલી છોકરી પછી બોલી તારુ અડ્મિશન A ક્લાસ મા થયુ છે? ના હોય B કે C ક્લાસ મા જો ત્યા હસે તારો નંબર તારી ભુલ થતી લાગે છે. આગળ જઈ જમણી બાજુ વળી જજે ત્યા હસે તારો નંબર. મુકેશ ઍમની વાતો મા વધારે ધ્યાન ના આપતા ઍ તરફ આગળ વધ્યો.

ક્લાસ ચાલુ થવાનો બેલ વાગ્યો પણ મુકેશ ને ઍનો ક્લાસ નોતો મળતો. અંતે માંડ માંડ મળ્યો. ક્લાસ ના દરવાજે ઉભા રહી જોયુ તો પ્રોફેસર ઍ લેક્ચર ચાલુ કરી દીધો હતો. મુકેશ થોડા ધ્રુજતા અવાજે બોલ્યો, may i come in sir? પ્રોફેસર ઍ વળતો જવાબ આપ્યો, boy you are late હવે તમે અંદર નઈ આવી શકો. મુકેશ પોતાની તરફેણ મા બોલતા કહ્યુ sir મને ક્લાસ મળી નોતો રહયો ને જેમને પુછયુ અમણે મને ખોટો રસ્તો બતાવ્યો ઍટલે ક્લાસ સુંધી પોંચતા વાર લાગી ગઈ sorry sir. પ્રોફેસર ઍ કીધુ કસો વાંધો નઈ આજે પેલો દિવસ છે ઍટલે ચાલસે પણ આગળ આવુ ના થવુ જોઈ. મૂકેશઍ માથુ હલાવતા કહ્યુ ok sir.

મુકેશ ઍ ક્લાસ મા પ્રવેશ કર્યો ઍટલે પ્રોફેસરઍ પોતાનો પરિચય આપવા કહ્યુ ઍટલે મુકેશ બોલ્યો, Hi everyone my name is mukesh. ઍટલુ સાંભળતા પ્રોફેસર બોલ્યા, ઑ હો તો તમારુ નામ મુકેશ છે! બાકી નો પરિચય પ્રોફેસર ઍ આપતા કહ્યુ મિત્રો મુકેશ આપણા ક્લાસ મા સવથી વધારે માર્ક્સ્ મેળવનાર વિધ્યાર્થી છે. આ સાંભળી પેલી છોકરી જેણે મુકેશ ને ખોટા રસ્તે દોરેલો ઍ અચરજ પામી ગઈ. પ્રોફેસર ઍ મુકેશ ને પોતાની જ્ગ્યા લેવા કીધુ. ઍટલે પેલી છોકરી ઍ મુકેશ ને પોતાની બાજુ ની જ્ગ્યા પર બેસવા બોલાવો. મુકેશ તરફ હાથ લંબાવાતા બોલી, Hi મારૂ નામ સ્વેતા છે. મે તમને ખોટી જ્ગ્યા પર મોકલ્યા ઍના માટે sorry. મુકેશ ઍ હસતા મોઢે વળતો જવાબ આપ્યો it’s ok.

પછી તો સ્વેતા ને મુકેશ ધીમે ધીમે અભ્યાસ ને લઈને મળવા નુ થયુ. પછી ધીમે ધીમે સાંજ ના હળવાસ ના સમયે પણ મળવાનુ ચાલુ થયુ. મુકેશ સીધો સાદો માણસ ઍટલે સ્વેતા ને મુકેશ સાથે ફાવી ગયુ. ધીમે ધીમે સ્વેતા અને મુકેશ નુ અભ્યાસ ની સિવાય પણ મળવાનુ ચાલુ થયુ. બને ની આ નાની નાની મુલાકાત પ્રેમ મા પરિણમી. ધીમે ધીમે બને ના પ્રેમ ની વાતો આખી કૉલેજ મા થવા લાગી. પ્રેમ ની વાતો સાથે બધા ઍવી પણ વાતો કરવા લાગ્યા કે હવે મુકેશ નુ કરિયર પતી ગ્યુ. હવે મુકેશ ના માર્ક્સ્ નઈ આવે. આ વાત સ્વેતા ના કાને પડી. સ્વેતા ને મન મા થયુ કે અમારા પ્રેમ ના લીધે મુકેશ ના અભ્યાસ અટકે ઍ સારુ ના કેવાય, હુ આજેજ મુકેશ ને મળી વાત કરીશ. સ્વેતા મુકેશ મળી ને વાત કરી, મુકેશ કૉલેજ મા વાતો થાય છે કે આપણે પ્રેમ મા છી ઍટલે તારો કરિયર પતી જસે. પણ હુ આ બધા ને ખોટા પડવા છે ઍટલે હવે આપણી પરીક્ષા ના પતે ત્યા સુંધી આપણે નઈ મળી પરીક્ષા ના પરિણામ પછી આપણે લગ્ન કરી લઈશુ. મુકેશ ને શાંતિ થી સમજવ્યા પછી માની ગ્યો. પરીક્ષા ના છ મહિના બાકી છે ઍટલે બને પોતાની ત્યારી મા લાગી ગયા. પરીક્ષા પતી મુકેશ કૉલેજ મા પેલા નંબર ઍ પાસ થયો.

સ્વેતા ઍ મુકેશ ને વાત કરી કે હુ મમ્મી પાપા ને આપણા વીસે વાત કરીશ ને બને પોતાના વતન મા રજાઓ માણવા ગયા. ઍક દિવસ સવાર ના સમયે સ્વેતા નો ફૉન મુકેશ પર આવ્યો. મુકેશ ઍ ફૉન ઉપાડી બોલ્યો, હા સ્વેતા બોલ કેમ છે? શુ ચાલે છે? કેવી ચાલે છે રજાઓ? ઍક સાથે આટલા સવાલો નો સ્વેતા ઍટલોજ જવાબ આપ્યો, મુકેશ આપણા લગ્ન નઈ થઈ શકે તુ મને ભુલી જાજે, હવે આપણે નઈ મળીઍ ને સ્વેતા ઍ ફૉન કાપી નાખ્યો. મુકેશ ને કશુ સમજાણુ નઈ. આ આઘાત માથી બાર નિકાલવા મુકેશ પોતાના અભ્યાસ તરફ આગળ વધ્યો. સ્વેતા ના લગ્ન મછુ ના મોટા વેપારી ને ત્યા થઈ ગ્યા. સ્વેતા તો પોતાની નવી લાઇફ મા વ્યસ્ત થઈ ગઈ પણ મુકેશ ને ઍના મિત્રો રોજ ચીડવતા, તારી સ્વેતા તને છોડી જતી રઈ ને? તો કોઈ ઍમ કેતુ તારી સ્વેતા તો ઍના પતી હારે જલ્સા કરે છે. તારી સ્વેતા તો જમીન પર પગ પણ નથી મુકતી ઍવા જલ્સા છે. ‘તારી સ્વેતા, તારી સ્વેતા’ સાંભળી સાંભળી મુકેશ થાકી ગ્યો. અભ્યાસ પુરો થયો ને મુકેશ ને સારી હોસ્પિટલ મા ડૉક્ટરી પ્રૅક્ટીસ માટે અડ્મિશન મળી ગયુ.

થોડા સમય પછી TV મા સમાચાર આવ્યા કે મછુ મા હોનારત થઈ ઘણા લોકો પાણી મા તણાઈ ગયા છે. ઘરો ને નુકશાન થયુ છે. લોકો પોતાના પરિવાર થી દુર થઈ ગ્યા છે. મછુ મા ભારે નુકશન થયુ છે. આ સમાચાર સાંભળી મુકેશ પોતાની ટીમ લઈ મછુ લોકો ની સારવાર કરવા પૉંચી ગયો. ત્યા પૉંચી જોઉ તો ચારે બાજુ લાશ ના ઢગલા હતા. પોતાના પરિવાર થી વિખૂટાપડેલા લોકો ની બુમા બુમ હતી. આ બધા ની બુમા બુમ વચ્ચે ઍક જાણીતો અવાજ મુકેશ ના કાને પડ્યો. મુકેશ ઍ આજુ બાજુ નજર કરી તો ફાટેલા કપડા ને કાદવ થી ભરેલી ઍક સ્ત્રી રોતી રોતી ગાંડા ની જેમ આમ થી આમ દોડતી હતી ને કોઈ શોધતી હતી. મુકેશ ઍ ધ્યાન થી જોઉ તો સ્વેતા હતી. મુકેશ ઍની પાસે ગયો. પણ સ્વેતા જાણે મુકેશ ને ઓળખતી ના હોય ઍમ આમ થી તેમ કોઈ ની શોધ મા દોડતી હતી. મુકેશ ઍ સ્વેતા ને રોકી ને કીધુ સ્વેતા આ શુ છે બધુ તારી આવી હાલત? પણ સ્વેતા ના કાને મુકેશ નો અવાજ પોચતો ના હોય ઍમ રડતી જતી ને ગાંડા ની જેમ કોઈ ને બુમો મારતી. મુકેશ ઍ સ્વેતા ને હોસ મા લાવવા ઍક તમાચો મારી દીધો ને થોડી હલબલાવિ ને કીધુ, સ્વેતા હુ મુકેશ ત્યારે સ્વેતા મુકેશ ને વળગી ને રડવા લાગી ને બોલતી જતી મુકેશ મારો દિકરો નથી જડતો પ્લીજ઼ ઍને શોધ. મુકેશઍ સ્વેતા ને શાંત કરી ને ઍના દીકરા ની શોધ મા લાગી ગયો. અંતે સ્વેતા નો દિકરો મળ્યો.

મુકેશ ઍ સ્વેતા ને ઍના દિકરો ને થોડા સારા કરી પોતાની સાથે પોતાના ઘરે લઈ આવ્યો. સ્વેતા ના પરિવાર મા હવે સ્વેતા ને ઍના દીકરા સિવાય કોઈ રહ્યુ નોહ્તુ ઍટલે મુકેશ ઍ સ્વેતા ને પોતાની સાથે લગ્ન કરવાની વાત કરી. થોડા સમય પછી સ્વેતા અને મુકેશ ના લગ્ન થયા ને મુકેશ ઍ સ્વેતા ના દીકરા ને પોતાનુ નામ આપ્યુ. આજે સ્વેતા અને મુકેશ દિકરો પણ મુકેશ ની ડૉક્ટરી મા અભ્યાસ કરે છે.

વાત અધુરી રઈ ગઈ

ઉનાળા ની બપોર ને ઍમા પણ અમદાવાદ નો તડકો. આવા તડકા ને ચિરતી કવિતા બસ માથી મણીનગર બસ સ્ટોપ પર ઉતરી ને રિક્ષા વાળા ભાઈ ને અવાજ આપ્યો. રિક્ષા વાળા ભાઈ કવિતા પાસે આવ્યો ને બોલ્યો, “બોલો બેન ક્યા જવુ છે?” કવિતા બોલી “વિ.ઍસ. હોસ્પિટલ”. કવિતા રિક્ષા મા બેઠી. રિક્ષા વાળા ભાઈ રિક્ષા નુ હૅંડેલ ખેચી વિ.ઍસ. હોસ્પિટલ તરફ આગળ વધ્યો.

ઉનાળા ના લીધે ગરમ પવન ઍના ખુલા મોઢા ને બળતો હતો પણ કવિતા કોઈ પ્રતિક્રિયા આપતી ન હતી. ઍનુ મન વી.ઍસ. હોસ્પિટલ મા કૅન્સર વિભાગ ના બેડ નંબર 7 પર સૂતેલા નીરજ પાસે હતુ. રિક્ષા ઉનાળા ની ગરમી ને અને અમદાવાદ ના ટ્રાફિક ને ચિરતી વી.ઍસ. હોસ્પિટલ ના ગેટ પર પહોંચી. રિક્ષાવાળા ભાઈ ઍ અવાજ કર્યો બેન હોસ્પિટલ આવી ગઈ પણ કવિતા ના કાન પર અવાજ પહોચ્યોજ ના હોય ઍમ કવિતા રિક્ષા મા બેસી રઈ. રિક્ષાવાળા ભાઈ ઍ ફરી થી આવાજ આપ્યો બેન વી.ઍસ. હોસ્પિટલ આવી ગયુ. કવિતા હાંફળી થઈ ને બોલી “હા..હા..હા ભાઈ અઈજ”. રિક્ષા માથી ઉતરી પૈસા આપી કવિતા હોસ્પિટલ તરફ આગળ વધી.

જાણે કવિતા ના મન કઇક ખોવા નો ડર હોય ઍમ ધ્રુજતા ધ્રુજતા ધીમે ધીમે આગળ વધી. હોસ્પિટલ ના કૅન્સર વિભાગ ના ગેટ પર આવી કવિતા થોડી વાર અટકી ગઈ. ને ત્યા ઉભી ઉભી નીરજ ને જોઈ રઈ હતી. અચાનક નીરજ નુ ધ્યાન દરવાજા પર ઉભેલી કવિતા તરફ ગયુ. નીરજ ઍ કવિતા ને ઈસારા થી સવાલ કર્યો કેમ ત્યા ઉભી છુ? કવિતા ઍ માથુ ધુણાવી નીરજ ના સવાલ નો જવાબ આપ્યો “કઈ નઈ”. કવિતા નીરજ પાસે આવી ને બેઠી ને નીરજ ની સામે ઍક નજરે જોવા લાગી.

નીરજ અને કવિતા ઍક્જ કૉલેજ મા અભ્યાસ કરતા હતા. નીરજ નુ મુળ વતન ધંધુકા. ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદ મા આવેલો. ત્યા ઍની મુલાકાત પેલીવાર કવિતા સાથે થઈ. થોડી વાતો થઈ પછી ખબર પડી કે બને ઍક્જ વિષય પર અભ્યાસ કરે છે ને આગળ પણ સાથે ઍક્જ ક્લાસ મા અભ્યાસ કરવાના છે. ઍટલે બને ઍ મિત્રતા કરી લીધી. ક્લાસ રૂમ મા પણ બને પાસેજ બેસતા.

નીરજ હસમુખો ને સ્વભાવે શાંત વ્યકતી હતો ઍટલે કવિતા નુ ધ્યાન વારામવાર ઍના તરફ ખેચાતુ હતુ. કૉલેજ ના અભ્યાસ સિવાય કવિતા ને નીરજ થોડો સમય રોજે સાથે પસાર કરતા હતા. કવિતા ને નીરજ ની બોલવાની રીત બવ ગમતી ઍટલે જેવો સમય મળે ઍટલે નીરજ ની પાસે ગોઠવાઈ જતી ને વાતો કરતી. ધીમે ધીમે કવિતા નુ નીરજ તરફ નુ આકર્ષણ વધતુ ગયુ પણ આ વાત ની નીરજ ને જાણ ન હતી. કવિતા ને સમજાતુ નોતુ કે આ પ્રેમ છે કે બીજુ કાઇ પણ ઍને નીરજ સાથે રેવુ ગમતુ હતુ.

કૉલેજ ના અભ્યાસ ને થોડો સમય બાકી હતો ઍટલે કવિતા ના મન મા બીક ઘર કરતી જતી હતી કે હવે નીરજ થી અલગ થવુ પડસે. ઍને વિચાર્યુ કે હુ મારા મન વાત નીરજ ને કરી દવ. સવારે વેલા ઉઠી કવિતા તૈયાર થઈ કૉલેજ તરફ રવાના થઈ. કૉલેજ મા પૉંચી અને નીરજ ની શોધ ચાલુ કરી પણ નીરજ મળ્યો નઈ. ઍને ઍના મિત્રો ને પુછયુ તો જાણવા મળ્યુ નીરજ હોસ્પિટલ મા છે. હોસ્પિટલ પોચી તો કવિતા ને ખબર પડી કે નીરજ ને કૅન્સર છે ને થોડા સમય નો મેમાન છે.

આજે નીરજ નુ ઑપ્રેશન છે પણ ડૉક્ટર ને નથી લાગતુ કે ઍ વધારે જીવસે. કવિતા ને બીક હતી કે નીરજ ઑપ્રેશન રૂમ મા ગયા પછી મને જોવા ના મળ્યો તો? ઍટલે કવિતા ઍ રડતા અવાજ મા નીરજ ને કહ્યુ, નીરજ મારે તને ઍક વાત કરવી છે. નીરજ બોલ્યો હા બોલને. કવિતા કઈ બોલે ઍ પેલા ડૉક્ટર આવી ને બોલ્યા ચાલો તમારો ઑપ્રેશન નો સમય થઈ ગ્યો છે. આ સાંભળતાજ કવિતા મન થી સાવ ભાંગી ગઈ.

નીરજ ને ઑપ્રેશન રૂમ મા લઇ જવા માટે ત્યાર કર્યો. સ્ટ્રેચર ઑપ્રેશન રૂમ તરફ જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ કવિતા ના ધબકાર વધતા જતા હતા. ઑપ્રેશન રૂમ નો દરવાજા બંધ થયો. થોડી વાર પછી ડૉક્ટર ઍ આવી ને કહ્યુ નીરજ ઈજ઼ નો મોર… કવિતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. કવિતા ઍ જેને પ્રેમ કર્યો ઍને પોતાના પ્રેમ ની વાત કરવાની અધુરી રઈ ગઈ.

થોડો સમય વિત્યો કવિતા પછી પોતાના રોજ ના કામ મા લાગી ગઈ. આજે કવિતા ઍક સારી કંપની મા નોકરી કરે છે પણ આજે પણ ઍના મન મા ઍ વાત નો સંકોચ છે કે નીરજ સાથે ની મારી વાત અધુરી રઈ ગઈ.

 

રૉંગ નંબર

 

હેલો.. કોણ બોલો છો?
રમેશ ભાઈ છે?
ઍમની હારે વાત થસે મારે ઍમનુ કામ છે..

ઍક સાથે આવા સવાલો નો વરસાદ ચાલુ થઈ જાય તો તમે શુ કરો? ગુસ્સો આવે, સામે વાળા ને બે ચાર ગુજરાતી મા સંભળાવી દેવાનુ મન થઈ જાય. ઍલા ભાઈ સામે વાળો ફૉન ઉપાડે તો પેલા ઍને પૂછતો ખરા કે આ રમેશ ભાઈ નો નંબર છે કે નઈ. ફૉન ઉપાડી ને સીધા ચાલુજ પડી જાવ છો તે. અમુક માણસો ને રૉંગ નંબર મા વાત કરવાની મજા પડી જતી હોય છે. ફૉન આવે ને સામે વાળો સીધુ ઍમજ પુછે, ક્યા છુ? ક્યાર નો તારી રાહ જોઉ છુ. ને આ બાજુ થી ચાલુ પડી જાય બસ 5 મિનિટ મા આવો. આ 5 મિનિટ વાળો ખેલ મોબાઇલ પર વધારે રમતો હોય છે.

ઍક બેન નો ફૉન રૉંગ નંબર ઍક ભાઈ ઉપર ગયો. ભાઈ ઍ ફૉન ઉપાડ્યો ને બેન કશુ વિચાર્યા વગર ચાલુ પડી ગયા.

શુ કરો છો? મજા મા?
ઘરે બધા શુ કરે?
મમ્મી શુ કરે?

આ બાજુ થી ભાઈ ઍ જવાબ આપી દીધો.

બસ હાલ જમી ને ભેરુ બંધુ પાસે આવી ને બેઠો. ઘરે બધા જલ્સા કરે ને મમ્મી ને હવે સારુ છે.

થોડી વાતો ચાલી પછી બેન બોલ્યા રાજુ ને ફૉન આપો ને. ભાઈ તરતજ બોલ્યા કોણ રાજુ? બેન શરમાળ અંદાજ મા કીધુ શુ મજાક કરો રાજુ ની ફૉન આપો ને. ભાઈ તો મુંજાણો ને બેન ને કીધુ ક્યા રાજુ નુ કામ છે અઈ ચાર રાજુ ઉભા છે તમારે ક્યા રાજુ હારે વાત કરવી છે? બેન વધુ થોડુ સરમાઈ ને બોલ્યા શુ તમે પણ મજાક કરો તમારા ભાઈ રાજુ ને આપો ને. પછી ઓલા ને ટપ્પો પડ્યો કે વોર્નગ નંબર મા પ્રેમ પંખીડા અટવાઈ ગયા છે. ને ભાઈ ઍ કીધુ બેન આ વોર્નગ નંબર છે તમે ખોટી જ્ગ્યા પર છો? બોલો આમને કેમ સમજવા કે વાત ચાલુ કરતા પેલા પુછો તો ખરા કે તમારે જેની હારે વાત કરવી છે સામેવાળો ઍજ માણસ છે કે નઈ? બસ હાંકેજ રાખવાની?

આવા વોર્નગ નંબર થી ઘણીવાર સારુ કામ પણ થઈ જાય છે. આ વોર્નગ નંબર મા તો કઈક ના ચૉકઠા ગોઠવાઈ ગયા છે. વોર્નગ નંબર થાય ઍનો વાંધો નઈ પણ ઍક્વાર સામેવાળી પાર્ટી હારે ચોખવાટ કરી લેવી.

ઍક બેન ખરીદી મા ગયા ને ઍમને સાડી ગમી ગઈ ઍટલે ઍમના ઘરવાળા ને ફૉન લગાયો. ફૉન લાગ્યો ને ચાલુ પડી ગયા. હેલો ચકી ના પપ્પા મને ઍક સાડી ગમી છે લઈ લવ? ને સામેવળા માણસે પણ કઈ વિચાર્યા વગર હાંકેજ રાખ્યુ. હા લઈ લેને બાકા તને ક્યારે ના પાડી ખરા? પાછા બેન કે પણ 5000 ની છે. ભાઈ પાછો વળતો જવાબ દઈ દીધો, લઈ લે તુ તારે મોજ કર ને. જો આવુ કઈક આપણી હારે થાય તો તો આપણો ટકો થઈ જાય.

જે હોય ઍ પણ વોર્નગ નંબર ની પણ મજા છે. કોઈ વોર્નગ નંબર થી ગરમ થઈ જાય છે તો કોઈ ને મજા પડી જાય છે. (જો સામે થી છોકરી નો અવાજ આવે તો). બાકી તો પોત પોતાની મોજ છે..

માય નેમ ઈઝ જોકર

જોકર ઍટલે સર્કસ નો હુકુમ નો ઍક્કો જો ઍ નો હોય તો જાણે સર્કસ જોઉ તો ખરા પણ ના જોયા બરાબર… જોકર નુ કામ સર્કસ જોવા આવેલા દરેક ને હસવાનુ.. જોકર ને આપણે મજકિયો, ક્લોન કે પછી હસમુખો કઈ ને સંબોધીયે છીઍ. સર્કસ ના આ જોકર ને જોવા મા બાળકો ને વધારે રસ હોય છે કેમકે બાળકો નો પંસદગિદા પાત્ર છે અને આપણો પણ….

પણ આ જોકર નુ સર્કસ ના પડદા પર જેવુ હોય છે ઍના કરતા ઉંધુ વાસ્તવિક જીવન મા હોય છે. જેણે આપણે ક્દાચ જાણતા નથી કે પછી જાણવા મા રસ નથી.

આવજ ઍક જોકર ને હૂ મળ્યો તો. અમારા ગામ ખાતે વન ઍન્ડ ઓનલી ઍક મેદાન છે. સર્કસ હોય કે જાદૂ ના શો બધા આ મેદાન માજ પોતાનો દેરો નાખે. ગામમા સર્કસ આવ્યુ અને અમે બધા મિત્રો સર્કસ જોવા પેલી હરોળ ની ટિકેટ લીધી. સર્કસ ચાલુ થયુ અને સર્કસ નુ અનાઉન્સ્મેંટ કરવા સર્કસ ના બે દિગજ્જ કલાકારો ઍ ઍંટ્રી મારી, બોલેતો “જોકર”.

બીજે દિવસે સવારે હૂ કોલેજ જ્વા નીકળ્યો, અમારી કોલેજ ઍ સર્કસ ની બાજુ હતી. હૂ જ્યારે જતો હતો ત્યારે મને રાત વાળો જોકર મળી ગયો. મે ઍને રોકી ને કીધુ તમે સર્કસ ના જોકર છોને.. ઍને હળવા અવાજે કીધુ હા. મે આગળ વાત ચલાવી. તમારુ કામ બવ જોરદાર છે, તમારુ કામ જોઈ હસવાનુ રોકાતુજ નોતુ. ઍણે કીધુ તમને મજા આવી ઍટલે અમે રાજી.

મે અને કીધુ મારી સાથે ઍક કપ ચા પીસો? ઍ થોડા હળવા અવાજે બોલ્યો સાહેબ હૂ તમારી હારે કેવી રીતે ચા પી શકુ, હૂ તો સર્કસ નો ઍક નાનો જોકર છુ. મે કીધુ દોસ્ત પેલા તો હૂ સાહેબ નથી ને રઈ નાના મોટા ની વાત તો તમારુ કામ મને ગમ્યુ ઍટલે હૂ તમને ઍક નાની પાર્ટી આપવા માગુ છુ. ઍ ના ના પાડી શક્યો ને અમે ચા ની લારી ઍ પોંચ્યા.. મે ચા માંગવી “મોટા ભાઈ બે સ્પેશલ ચા”.

મે હળવે થી પુછયુ મને તમારા જીવન વીસે કઈક કેસો? ઍ બોલ્યો સાહેબ મારા જીવન મા કઈ ખાસ છે નઈ જાણવા જેવુ, હૂ સર્કસ નો જોકર છુ.. નાના મોટા ખેલ કરુ છુ ને લોકો ને હસવા પ્રયત્ન કરુ છુ. લોકો મારા કામ થી ખુશ થઈ હસતા હસતા ઘરે જાય છે.

મે ફરી પુછયુ પણ મોટા ભાઈ સર્કસ ની બાર નુ પણ તમારુ જીવન હસે ઍના વીસે કઈક કહો. ઍ બોલ્યો સાહેબ… મે કીધુ યાર તુ મને સાહેબ ના કહીશ મારૂ નામ જીતુ છે. મને કે ઑકે જીતુ ભાઈ બસ.. ઍને વાત આગળ વધારી ને કે જીતુ ભાઈ દુનિયા મા અને લોકો છે ને ઍ બધા પોતાનો ચેહરો બીજા ને છેતરવા બદલે છે પણ હૂ લોકો ને હસવા.

મે કીધુ ઍ બધુ છોડો તમે ક્યારે પ્રેમ કર્યો છે? આ સાંભળતાજ ચા નો કપ જાણે ઍના હાથ સાથે ચોંટી ગ્યો હોય ઍમ ઍ અટકી ગ્યો અને અવાજ બદલાઈ ગ્યો. મને કીધુ હા કર્યો છે. મે પછ્યુ શુ નામ હતુ ઍનુ? ઍણે કીધુ રેણુકા. સુંદર રૂપાળી જેને જોઈ ઍમ લાગે જાણે ફિલ્મ ની હિરોઈન હોય. અમે સાથે ભણતા. ભણતર પૂરુ થયુ મે ઍને કીધુ તુ મને પસંદ છુ તુ મારી સાથે લગ્ન કરીશ? ઍ ગભરાઇ ગઈ ને ત્યા થી નીકળી ગઈ. બીજા દિવસે ઍ ફરી મળી મે ફરી ઍને પુછયુ. થોડા દિવસ આમજ ચાલ્યુ અંતે ઍને હા પાડી. ઍણે ઘરે વાત કરી ને મને ઘરે બોલાવા મા આવ્યો. હૂ ત્યા ગ્યો.

પાણી પીધા પછી ઍના મમ્મી ઍ મને પુછયુ શુ નામ છે તારૂ. મે કીધુ પ્રવીણ.. આગળ પુછયુ શુ કરો છો તમે. મે કીધુ હાલ સ્ટડી પત્યુ છે ને ઇંજિનિયર ની સ્ટડી આગળ કરવા માંગુ છુ. પછી પુછયુ તમારા મમ્મી પાપા શુ કરે છે? મે કીધુ મમ્મી હૂ નાનો હતો ત્યારેજ મને છોડી ને જતી રઈ ને પાપા સર્કસ મા જોકર નુ કામ કરે છે ને મને ભણાવે છે. ઍટલે ઍમણે ગુસ્સો કરતા કીધુ તે કેવી રીતે વિચારી લીધુ કે હૂ ઍક જોકર ના છોકરા સાથે મારી દીકરી ના લગ્ન કરવીસ. મે સાંત પડતા કીધુ પણ હૂ તો જોકર નથી ને હૂ ઇંજિનિયર બનવા નો છુ. પણ કોઈ મારી વાત સાંભળવા ત્યાર ના થયુ. મને ત્યા થી ધક્કો મારી દાઢયો. રેણુકા પણ કઈ ના બોલી શકી. ઍના લગ્ન બીજે કરવી દીધા.

પપ્પા ની તબયત બગડવા લાગી ઍટલે મારૂ સ્ટડી પણ અટકી ગ્યુ ને વિચારી લીધુ હૂ પણ પૅપા નુ કામ કરીશ. આટલુ બોલતા પ્રવીણ રડી ગ્યો. મે ઍના ખભા પર હાથ મૂક્યો ને ઍને શાંત કર્યો. થોડો શાંત થઈ ઍટલે મે પુછયુ આટલુ બધુ થવા છતા તમે હસતા રહો છો? મને ઍને જોરદાર જવાબ આપ્યો “જીતુ ભાઈ લોકો ખાલી તમારો ચેહરો જોવે છે ઈ ચેહરા પાછળ શુ છે ઍનાથી કોઈ ને ફર નથી પડતો” ઍટલેજ હૂ જોકર નુ કામ કરુ છુ ને મારી વાસ્તવિકતા ને ઍ જોકર ના મૂખવટા મા કેદ કરી દવ છુ.

ઍટલેજ હૂ કવ છુ માય નેમ ઈઝ જોકર. મારૂ કામ લોકો ને હસવાનુ છે ને હસાવતો રહીશ. ચાલો ત્યારે મારા શો નો ટાઇમ થઈ ગ્યો. રાતે મળી સર્કસ ના મેદાન મા.

આજે ઍ જોકર ને મળી થયુ આપણે આપણા જીવન મા જોકર ક્યારે નઈ બની શકી કેમકે આપણે આપણા દુખ ને દબાવી નથી શકતા.

circus-clown-free-704972

એક ચપટી પ્રેમ

રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. જયારે પણ માં જમવાનું બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે.

દરેક વખતે જયારે મમ્મી જમવાનું બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યું કે જરૂર આ ડબ્બામાં એવું કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઇ જઈ છે. માં તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવું કહેતા પણ સાંભળ્યું હતું કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો.

એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિંમત કરીને કહ્યું કે કોઈ વાંધો નહિ, હવે મમ્મી આરામ કરશે અને જમવાનું પોતે બનાવશે. જયારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યું કે માંની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયું તો ડબ્બામાં કશુ જ નહોતું. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી.

રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે – બેટા તું જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી… કેટલી સારી વાત છે ને કે તમારા દરેક કામમાં થોડો પ્રેમ સમાય જાય તો તે સામી વ્યક્તિને જરૂર પ્રભાવિત કરે છે. પ્રેમ દરેક દર્દ ની દવા પણ છે.

– ગુજરાતી સાહિત્ય – વાર્તા

હૂ ગુજરાતી છુ

હૂ ગુજરાતી છુ ઍવુ બોલવમા ઍક રૂવાબ અનુભવાય છે. અને આપણને ગુજરાતી હોવાનો ગર્વ પણ ઍટલોજ છે.

gujarat

ગુજરાત ના નક્શા ને જોઈ તો જાણે ઍમ લાગેકે કોઈ આપણને ખોબો ભરી ને હેત (પ્રેમ) આપવા સારુ ઉભુ છે અને ઍટલેજ ભારત ના અલગ અલગ રાજ્યો ના લોકો ઍમની અલગ અલગ ભાષા લઈ ને ગુજરાત મા આવે છે.

આપણા ગુજરાતી ભાઈઓ ને બેનો ઍવુ પણ કે છે ગુજરાતી ભાષા ની વાતજ હટકે છે. હાલ જોવા જઈ તો દુનિયા ના ખૂણે ખૂણે ગુજરાતી ભાષા બોલવા વાળુ આપણા ગુજરાતી બંધુ મળી જાય.

આમ તો ગુજરાતી પણ અલગ અલગ રીતે બોલાય છે અને ઍક્જ શબ્દ નુ ઉચારણ થાય છે તેમ છતા આપણે કઈ છી હુ ગુજરાતી છુ.

ગુજરાત ની મીઠી બોલી ઍટલે કાઠિયાવાડી કેમ ખરુ ને ઍ ઍની મીઠી બોલી થી આપણા મનને જીતી લે .. આવી અલગ અલગ ગુજરાતી બોલી થી બનેલુ ઍટલે ગુજરાતી ના ગર્વ નુ ગુજરાત.

ને આપણા કવિયો ઍ પણ ગુજરાત ના ગુણગાન ક્યાર છે જેમા ના ઍક કવિ ઍટલે કવિ નર્મદ જેમણે ઍમની ઍક કવિતા “જય જય ગરવી ગુજરાત” મા ગુજરાત નુ વર્ણન ખૂબ ઓછા શબ્દ મા મહાન રીતે કર્યુ છે.અને આવા અનેક કવિઑ ઍ ગુજરાત ની ગાથા ગઈ છે.

આજે ગુજરાત દુનિયા મા ઍક અનોખુ સ્થાન મેળવી ચૂક્યો છે. આજે ગુજરાતી અને ગુજરાત પોતાની જ્ઞાન શક્તિ મા પણ આગળ છે.. યૂયેસે ના વડાપ્રધાન ને પણ ઍમની રાજકીય નીતિ ની સલાહ ઍક આપણા ગુજરાતી ભાઈજ આપે છે. આવા અનેક ક્ષેત્રે ગુજરાત અન ગુજરાતી ભાષા આગળ છે..

અને ઍટલેજ આપણે ગર્વ થી કઈ છી હૂ ગુજરાતી છુ..